Translate:
કોરોનાવાયરસના ઘણા પ્રકારના આવે છે અને તેમાંથી કેટલાક તમને બીમાર બનાવી શકે છે. હવે આપણે જે નવો પ્રકાર સાંભળી રહ્યા છીએ,આ રોગચાળાના ભાગને COVID-19 કહેવામાં આવે છે.
'CO' = corona, 'VI' = virus, 'D' = disease. '2019 novel coronavirus' or '2019-nCoV.'
આ વાયરસ સામાન્યથી ગંભીર પ્રકારની ફેફસાની બીમારીનું કારણ બને છે. જે લોકો ક્યાંય પણ કોરોનાવાયરસના સંપર્કમાં આવતા હોય તેઓ 2 થી 14 દિવસ પછી લક્ષણો બતાવી શકે છે. તે લક્ષણોમાં તાવ, સૂકી ઉધરસ અને શ્વાસની તકલીફ શામેલ હોઈ શકે છે, કેટલાક લોકો ગંભીર માંદગીમાં આવે છે. તેમને ન્યુમોનિયા થાય છે અને તેના કોમ્પ્લીકેશન્સથી મૃત્યુ પણ થઇ શકે છે.
સૌથી પેહલા સમજવાની વસ્તુ એ છે કે કોરોનાવાયરસ આંખો દ્વારા પણ ફેલાય શકે છે- જેમ તે મોં અથવા નાક દ્વારા ફેલાય છે.
સામાન્ય રીતે જ્યારે કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ ખાંસી કે છીંક ખાય અથવા વાત કરે છે,ત્યારે વાયરસના કણો તેમના મોં અથવા નાકમાંથી સ્પ્રે (ડ્રોપલેટ) થઈ શકે છે. જે તમારા ચહેરા પર અથવા શ્વાસ દ્વારા મોં અથવા નાકમાં પ્રવેશી શકે છે. તેમ જ તમારી આંખો દ્વારા તમારા શરીર પ્રેવેશવાની શક્યતા છે. તમે એવી વસ્તુને સ્પર્શ કરો કે જેના પર વાયરસ હોય, તે પછી તમારી આંખોને સ્પર્શ કરો તો પણ ચેપ લાગી શકે છે.
કેટલીક વખત કોરોનાવાયરસ આંખના ચેપ (conjunctivitis) કારણ બની શકે છે. જો તમને આંખ લાલ છે, તો ગભરાશો નહીં. તરત જ તમારા નેત્ર ચિકિત્સકને સંપર્ક કરો અને તેમની પાસેથી શું કાળજી રાખશો એ સૂચનાઓને જાણો અને તેનું પાલન કરો. ધ્યાનમાં રાખવું કે conjuntivitis એ વાયરસ અથવા બેક્ટેરિયાને કારણે હોય શકે છે, પરંતુ તે ખુબ ઝડપથી બીજાને ફેલાય છે જો કોઈ આંખોમાંથી વહેતા સ્રાવને (ડિસ્ચાર્જ) સ્પર્શ કરે છે અથવા સ્રાવ દ્વારા દુષિત contaminated વસ્તુઓ જેમકે ચાદર, ચારસા, ચશ્મા, કપડાં , રૂમાલને સ્પર્શ કરે છે તો તેમને પણ ઇન્ફેકશન થવાની શક્યતા છે
દરેકના સ્વાસ્થ્ય અને સલામતી માટે, નેત્ર ચિકિત્સકો અને અન્ય ડોકટરો દ્વારા માત્ર કટોકટીમાં હોય અથવા ઇમર્જન્સીમાં હોય તેવા જ દર્દીઓને જોવાની વિનંતી કરવામાં આવી રહી છે
આ મહત્વપૂર્ણ છે બે કારણોસર:
૧. ડોકટરો અને દર્દીઓ વચ્ચે મર્યાદિત સંપર્ક - કોરોના વાઇરસના ફેલાવાને ઘટાડવામાં મદદરૂપ છે.
૨. સમગ્ર રાષ્ટ્રમાં તબીબી પુરવઠાનું (જેમ કે માસ્ક,ગ્લૉવસ, PPE કીટ્સ) સંરક્ષણ કરવું આવશ્યક છે જેથી તેઓનો ઉપયોગ એ હોસ્પિટલોમાં થઈ શકે જ્યાં તેમને હાલમાં ખૂબ જ જરૂરી છે.
તમને સંભવિતરૂપે મુલાકાત માટે પછીની કોઈ તારીખે એપોઈંટ્મેન્ટ આપવામાં આવશે.
આંખની કોઈપણ શસ્ત્રક્રિયાઓ અને કાર્યવાહી (procedure) કટોકટી નથી તો મુલતવી રાખવામાં આવશે.
તમે આ રોગચાળા દરમિયાન ડૉક્ટરના ક્લિનિકમાં જતા ગભરાવો એ સ્વાભાવિક છે પરંતુ આંખની કટોકટી (ઇમરજન્સીમાં) તરત જ સારવાર કરવી જોઇએ. તમારા નેત્ર ચિકિત્સક ખૂબ કડક સ્વચ્છતા અને જીવાણુ નાશકક્રિયા માર્ગદર્શિકાનું પાલન કરતા હોય છે.
આંખની ચિકિત્સકો તાત્કાલિક આંખની સારવાર માટે ઉપલબ્ધ છે.
1. ક્લિનિક તમને અપોઈન્ટમેન્ટ લઇને આવવા અને તમારો વારો આવે ત્યાં સુધી હોસ્પિટલની બહાર અથવા તમારી કારમાં રાહ જોવા માટે કહી શકે છે.
2. ક્લિનિક સંભવત: દાખલ થનારા લોકોની સંખ્યાને પ્રતિબંધિત કરે છે. બાળકોના પ્રવેશ નિષેધ હોય શકે છે.
3. તેઓ તમારી પાસેથી સુરક્ષિત અંતર રાખી શકે છે.
4. તમારા આંખના ડૉક્ટર તમારી આંખોમાં તપાસ કરવા માટે ઉપયોગમાં લેતા સ્લિટ લેમ્પ મશીન પર ખાસ પ્લાસ્ટિકના શ્વાસ શીલ્ડનો (BREATH PROTECTOR ) ઉપયોગ કરી શકે છે.
5. ડૉક્ટર આંખો ઉપર પ્લાસ્ટિકની શિલ્ડ સાથેનો માસ્ક પણ પહેરી શકે છે.
6. તમારી આંખની તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી બોલવાની રાહ જોવા માટે કહી શકે છે. પછી તમારાથી સુરક્ષિત અંતર રાખી તેઓ તમારી સાથે વાત કરી શકે છે અને ત્યારે જ પ્રશ્નોના જવાબો આપી શકે છે.
નિષ્ણાતો કહે છે કે તમારી આંખોનું તેમજ તમારા હાથ અને મોંનું રક્ષણ કરવું - કોરોનાવાયરસના પ્રસારને ધીમું કરી શકે છે.
એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે કોરોનાવાયરસ વિશે ઘણી ચિંતા હોવા છતાં, સામાન્ય સમજ (કોમન સેન્સ) ની સાવચેતી તમારા ચેપ લાગવાના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.
તેથી તમારા હાથને વારંવાર સાબુથી ધુવો, સામાન્ય સ્વચ્છતાને અનુસરો અને તમારા નાક, મોં અને ખાસ કરીને તમારી આંખોને સ્પર્શ કરવાનું અથવા ચોળવાનું ટાળો.
જો તમે કોઈની લાલ આંખ જોશો, તો ગભરાશો નહીં. તેનો અર્થ એ નથી કે વ્યક્તિ કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. પરંતુ, ચાઇનાના તાજેતરના અધ્યયન સૂચવે છે કે કોરોના વાયરસથી હોસ્પિટલમાં દાખલ થયેલા ત્રીજા ભાગના લોકો આંખની તકલીફ જેવા કે વાયરલ લાલ આંખ ( viral conjunctivitis ) જેવી સમસ્યા અનુભવે છે.
તે જાણવું અગત્યનું છે કે ચેપગ્રસ્ત વ્યક્તિની આંખોના પ્રવાહી ડિસ્ચાર્જને સ્પર્શ કરીને અથવા પ્રવાહી જ્યાં લાગે છે તે વસ્તુઓથી ( જેમ કે ચશ્મા , રૂમાલ , ચાદર , કપડાં etc) વાયરસ ફેલાય છે.
આપણે બધા જ કરીએ છીએ !! આ કુદરતી ટેવને તોડવી મુશ્કેલ છે, પરંતુ આમ કરવાથી તમારા ચેપ લાગવાનું જોખમ ઓછું થશે. જો તમને આંખમાં ખંજવાળ આવે અથવા ચોળવાની ઈચ્છા થાય છે અથવા તમારા ચશ્માને સરખા કરવાની ઇચ્છા થાય છે, તો તમારી આંગળીઓને બદલે રૂમાલ / પેપર ટીસ્યુનો ઉપયોગ કરો.
જો તમારે કોઈ કારણોસર આંખોને સ્પર્શ કરવો જ પડે - આંખની દવા નાખવા માટે પણ - ઓછામાં ઓછા 20 સેકંડ માટે તમારા હાથને પહેલા સાબુ અને પાણીથી ધોઈ લો. પછી તેમને ફરીથી ધોવા જોઈએ.
ચશ્મા અથવા સનગ્લાસિસ ચેપગ્રસ્ત ડ્રોપ્લેટ્સથી તમારી આંખોને રક્ષણ કરી શકે છે. પરંતુ તેઓ 100% સલામતી આપતા નથી. વાયરસ હજી પણ તમારી ચશ્માની ખુલ્લી બાજુઓ, ટોચ અને તળિયાથી તમારી આંખો સુધી પહોંચી શકે છે.
જો તમે કોઈ માંદા દર્દી અથવા સંભવિત સંપર્કમાં આવી ગયેલી વ્યક્તિની સંભાળ રાખી રહ્યાં છો, તો સુરક્ષા ગોગલ્સ વધુ સંરક્ષણ આપી શકે છે.
કોઈ પુરાવા નથી કે કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી કોરોનાવાયરસ ચેપનું જોખમ વધે છે. પરંતુ લેન્સ પહેરનારાઓ તેમની આંખોને સરેરાશ વ્યક્તિ કરતાં વધુ સ્પર્શ કરે છે,લેન્સ કરતા ચશ્મા પહેરવાથી બળતરા ઓછી થઈ શકે છે અને તમારી આંખને સ્પર્શતા પહેલા તમે થોભો છો..જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું ચાલુ રાખો છો, તો તેની પૂરતી કાળજી રાખો.
નિષ્ણાતો દર્દીઓને રેગ્યુલર દવાઓ પેહલાથી ખરીદી રાખવાની સલાહ આપે છે, જેથી જો તમે ક્વોરેન્ટાઇન હોવ અથવા કોઈ કારણસર બહાર ના જવાય , તો તમારી ટ્રીટમેન્ટ બંધ ના થઇ જાય..જેમ કે આવશ્યક આંખની દવા- ગ્લુકોમા ડ્રોપ્સ -1 મહિના કે 3 મહિનાની સપ્લાય લઇ રાખો.. છેલ્લા મિનિટ સુધી રાહ જોશો નહીં.
રોગના ફેલાવાને ધીમું કરવા માટે સામાન્ય માર્ગદર્શિકા :
Copyright © 2020 Dr Saurabh Shah - All Rights Reserved.
YOUR VISION : OUR MISSION